7 Cares To Be Taken While Caring A Pet
|| પાલતુ પ્રાણીની સંભાળમાં ધ્યાનમાં રાખવા જેવી ૭ બાબતો ||
હાલમાં સમાજનો એક મોટો વર્ગ એવો છે જે શ્વાન, બિલાડી જેવા અનેક પાલતુ પ્રાણીઓ પાળે છે. લોકો ખૂબ જ લાગણીથી પ્રાણીઓ સાથે જોડાયેલા હોય છેે અને તેમને ઘરના સભ્ય તરીકે રાખે છે...પણ ક્યારેક માલિકો પાલતુ પ્રાણીઓની સંભાળ રાખવામાં કેટલીક ભૂલો કરે છે. અહીં કેટલીક ટીપ્સ છે કે જે દરેક માલિકે અનુસરવી જોઈએ.
1) રહેઠાણ : -
ચાલો રહેઠાણથી શરૂ કરીએ. કૂતરાના રહેઠાણ અને ફ્લોરની સપાટી સાફ કરવી જોઈએ કે જેથી કોઈ સુક્ષ્મજીવો પાળેલા પ્રાણીના શરીર સાથે જોડાયેલા નથી. જમીનની સપાટી પર ઘણા એવા પરોપજીવીઓ છે જે પાલતુ પ્રાણીઓના સ્વાસ્થ્યને અસર કરી શકે છે. સમયે સમયે જંતુનાશકો દ્વારા ફ્લોર સાફ કરતા રહેવું જોઈએ.
2) ખોરાક : -
પાલતુને આપવામાં આવતો ખોરાક સંપૂર્ણ ખોરાક હોવો જોઈએ, જે યોગ્ય વિટામિન્સ અને મિનરલ્સ સાથે પાલતુને યોગ્ય પોષણ આપે છે. પાળેલા પ્રાણીઓને એ વસ્તુ ખવડાવશો નહીં કે જે તમે તમારા ખોરાકમાંથી ફેંકી દીધેલી છે. બજારમાં કેટલાક એવા તૈયાર ખોરાક મળે છે, જે પ્રાણીઓને જરૂરી બધા જ પોષકતત્વો પુરા પાડતા હોય. તે ઉપરાંત માલિકે વેટરનરી ડોક્ટર પાસેથી સંતુલિત ખોરાક માટેનો ચાર્ટ બનાવડાવવો જોઈએ અને તેને અનુસરવું જોઈએ.
3) શુદ્ધ પાણી : -
પાલતુ પ્રાણીને શુદ્ધ પાણી આપો જેથી કરીને તેનું શરીર હાઇડ્રેટેડ અને ચમકીલું રહે. પાણીમાં કોઈ ભેળસેળ હોવી જોઈએ નહીં.
4) વ્યાયામ : -
ક્યારેક પાલતુ પ્રાણીઓ એકદમ મેદસ્વી થઇ જાય છે, કારણ કે પાળેલાં પ્રાણીને કસરત કરાવવામાં આવતી નથી. શ્વાન અથવા બિલાડી કે પછી કોઈ પણ પાલતુ પ્રાણીને નિયમિત કસરત કરાવવાની જરૂર હોય છે. તમારા પાલતુ પ્રાણીને તંદુરસ્ત રાખવા માટે દરરોજ 1 થી 2 km. સુધી ચલાવવું જોઈએ અને યોગ્ય કસરત કરાવવી જોઈએ.
5) રસી : -
જ્યારે આપણે સુક્ષમજીવો દ્વારા થતા રોગો અંગે ચિંતા કરતા હોઈએ ત્યારે, આ પ્રકારના રોગો માટે પાળેલા પ્રાણીઓમાં રસીકરણ થવું જોઈએ. એવા ઘણાં બધા રોગો છે જે રસીકરણ દ્વારા નિયંત્રિત કરી શકાય છે. માલિકે સમય સમય પર રસીકરણ શેડ્યૂલ અનુસાર પાલતું પ્રાણીઓને રસી મુકાવવી જોઈએ કે જેથી પાલતુ પ્રાણી રોગ મુક્ત રહી શકે .
6) વેટરનરી ડૉક્ટર દ્વારા પરીક્ષણ : -
નિશ્ચિત સમયે વેટરનરી ડૉક્ટર દ્વારા પાલતુ પ્રાણીના સંપૂર્ણ આરોગ્યની તપાસ કરાવવી જોઈએ.
7) શેમ્પૂનો ઉપયોગ: -
કેટલાક માલિકો એટલા ઉત્સાહિત હોય છે કે તેઓ પ્રાણીને શેમ્પૂ સાથે દરરોજ સ્નાન કરાવે છે. પરંતુ શેમ્પૂ સાથે દૈનિક સ્નાન પ્રાણીની ત્વચા અસર કરી શકે છે. તેથી અઠવાડિયામાં 2 જ વખત શેમ્પૂ સાથે સ્નાન અને દરરોજ ફક્ત પાણીથી સ્નાન કરવું વધુ ફાયદાકારક છે.
ઉપરની 7 વસ્તુઓ દ્વારા, તમે સરળતાથી તમારા શ્રેષ્ઠ મિત્ર એવા પાલતુ પ્રાણીઓની કાળજી લઈ શકો છો. તમારા પાલતુ પ્રાણીઓ વિશે એક વસ્તુ વિશેષથી ધ્યાનમાં રાખવી જોઈએ કે જ્યારે પણ તમે તમારા પાલતુ પ્રાણીઓનો વ્યવહારમાં કઈ પણ અસામાન્યતા દેખાય, એટલે તરત જ વેટરનરી ડૉક્ટરને તે બાબતે ધ્યાન દોરવું જોઈએ.
- ધર્મદેવસિંહ ડી મહિડા
પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય,
દાંતીવાડા.
મોબાઈલ:- ૯૪૦૮૦૧૫૮૭૦.
Comments
Post a Comment