કવિતા:- જીવન જાણે એક ઝરણું
"જીવન જાણે એક ઝરણું..."
જીવન જાણે એક ઝરણું,
ડૂબવાનું તેમાં થાય કણ કણનું...
જન્મથી તો નહીં, પણ જાણ્યા ત્યાંથી,
બસ મારે તને જ મળવું...
જન્મ હમણાં તો થયો ને મને લાગે,
હું તને જાણું ગયા જન્મનું...
તું નહિ માને, પણ હું ચાહું તને,
બીજા કોઈને નહિ, પણ હ્રદયથી જણાવું તને,
મારાથી કદી ભૂલ થાય, કે તું રિસાય જાય,
એ જ વિચારું કેમનું મનાવું તને,
કાશ તું સાથ રહે પૂરું જીવન,
જીવનભર મારી બાહોમાં રાખું બસ તને,
તારો ચહેરો જોઈને લાગે કે સદાય જોતો રહું તને,
મૃત્યુ પછી પણ હું નહીં વિસરું તને...
તું પણ હ્રદયમાં જગ્યા આપી દે, લાડ લડાવું તને...
- ધર્મદેવસિંહ મહિડા
૨૬ ઓગષ્ટ, ૨૦૧૮
Comments
Post a Comment