Canine Distemper Virus In Wild Animals


           વન્ય પ્રાણીઓમાં થતો જીવલેણ રોગ
                       કેનાઇન ડિસ્ટમ્પર

                        નમસ્કાર વાચકમિત્રો, તાજેતરમાં જ આપે ગીરમાં સિંહોના મૃત્યુ વિષે સાંભળ્યું હશે. આમ તો આ ઘટના પાછળ ઘણા બધા કારણો હોઈ શકે, પરંતુ આ સિંહોનાં મૃત્યુ પાછળ મુખ્ય કારણ કેનાઇન ડિસ્ટમ્પર વાઇરસ મનાય છે. તો આજના લેખમાં આપણે આ જ વાઇરસ તથા તેના દ્વારા  થતા રોગ વિષે જાણીશું.
                   સામાન્ય રીતે કેનાઇન ડિસ્ટમ્પર રોગ કુતરા, શિયાળ, વરુ, સિંહ, બિલાડી જેવા માંસાહારી પ્રાણીઓમાં થાય છે. બિલાડી કુળના પ્રાણીઓમાં આ રોગ મુખ્ય છે.

કારણ:-
કેનાઇન ડિસ્ટમ્પર વાઇરસ

ફેલાવો:-
પ્રદૂષિત હવા, પાણી, મળ-મૂત્ર, માંસપેશીઓ

લક્ષણો:-

[ ન્યુમોનિયા - ઉલ્ટી - લોહીના ઝાડા - મૃત્યુ ]
* ટપકતું નાક
* ઉલ્ટી
* ઝાડા
* કફ
* લાળ પાડવી
* ડિહાઇડ્રેશન
* ઝડપી શ્વાસોશ્વાસ
* ઓછી ભૂખ લાગવી
* વજન ઝડપથી ઉતરવું
* સ્નાયુઓ જકડાઈ જવા
                        તાવ, માનસિક અસર અને કઠણ થઇ ગયેલા પગના તળિયા રોગના મુખ્ય લક્ષણો છે. આ લક્ષણો બાદ પ્રાણીને સારવાર ન મળે તો મોટા ભાગે મૃત્યુ પામે છે. કેટલીક વાર વધુ પડતા દર્દ અને તકલીફના કારણે કૂતરા જેવા પ્રાણીઓને યુથેનાઇઝ (સુખમૃત્યું) કરવા પડે છે.

નિયંત્રણ:-

* કેનાઈન ડિસ્ટમ્પર વાઇરસ સામે રસીકરણ કરવાથી મોટાભાગે રોગ સામે રક્ષણ મેળવી શકાય છે. માંસાહારી પ્રાણીને જન્મના ૬ થી ૮ અઠવાડિયામાં રસીકરણ કરાવવું જોઈએ અને ત્યાર બાદ ૧૬ અઠવાડિયાની ઉમર સુધી દર બે અઠવાડિયે "બુસ્ટર ડોઝ" આપવો જોઈએ.
* રોગનું નિયંત્રણ કરવા માટે પ્રાણીના રહેઠાણની જગ્યા વારંવાર જંતુનાશકોથી સાફ કરવી જોઈએ.
* પ્રાણીને આપવામાં આવતા ખોરાક અને પાણી પ્રદૂષિત ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ.
* પ્રાણીને રોગ લાગુ પડ્યા પછી તેને બીજા પ્રાણીઓથી દૂર રાખવું જોઈએ.

                         પ્રિય વાચકમિત્રો, સિંહોના મૃત્યુનો આ સિલસિલો આપણા માટે ખુબ જ દુઃખદ વાત છે. અભ્યારણ્યમાં વસતા પ્રાણીઓને યોગ્ય સમયે રસીકરણ કરાવવું એ હાજર અધિકારીઓની ફરજ બને છે. સરકારે આ બાબતે ગંભીરતાથી વિચારવું જોઈએ. આપણે પણ એક પ્રકૃતિપ્રેમી તરીકે આસપાસનાં વાતાવરણ અને જીવસૃષ્ટિને સમૃદ્ધ અને હરિયાળું રાખવા કદમ ઉઠાવવા જોઈએ.
  

                                                                                                        ધર્મદેવસિંહ ડી મહિડા
                                                                                            પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય,
                                                                                                                દાંતીવાડા.
                                                                                                     મોબાઈલ:- ૯૪૦૮૦૧૫૮૭૦.

Comments

Popular posts from this blog

મંચ સંચાલન શાયરી ગુજરાતી || Anchoring

शायरी || मंच संचालन शायरी || अभी तो सफर शुरू हुआ है ||

कविता:- कॉलेज का रंग