મંચ સંચાલન શાયરી ગુજરાતી || Anchoring

◆ શરૂઆતમાં:-

" આવતાંની સાથે જ આપની યાદ એવી છવાઇ ગઇ,
જાણે અત્તરની શીશી ખોલતાં ખુશ્બુ ફેલાઇ ગઇ....! "

◆ જ્ઞાનવર્ધક પ્રવચન બાદ:- 

"આંગણે આપ આવ્યા, જ્ઞાનની સર્વની વહી ગઈ...
જ્ઞાન એવું તો પીરસ્યું, તસ્વીર એની માનસપટ પર છવાઈ ગઈ..."

◆ સ્થાનની પ્રશંશા માટે:-

" શબ્દ એક શોધો ત્યાં સંહિતા નીકળે,
કુવો ખોદો તો આખી સરિતા નીકળે.

જો જનક જેવા આવીને હળ હાંકે
તો હજી આ ધરતીમાંથી સીતા નીકળે,

હજી ધબકે છે કયાંક લક્ષ્મણ રેખા.કે રાવણ જેવા ત્યાંથી બીતા-બીતા નીકળે.

છે કાલિદાસ ને, ભોજના ખંડેરો
જરીક ખોંતરો ત્યાં કવિતા નીકળે,

સાવ અલગ જ તાસીર છે આ ભૂમિની
કે મહાભારત વાવો તો ગીતા નીકળે..."

                     - ધર્મદેવસિંહ મહિડા

Comments

  1. પ્રાર્થનાને
    લગતી
    શાયરી

    ReplyDelete
  2. પ્રેરક પ્રસંગ ને લગતી શાયરી

    ReplyDelete
    Replies
    1. બીજી શાયરી મેલ કરજો

      Delete
  3. કવિના નામનો ઉલ્લેખ કરવા વિનંતી

    ReplyDelete
  4. બાપુ જોરદાર ! જય માતાજી

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

शायरी || मंच संचालन शायरी || अभी तो सफर शुरू हुआ है ||

कविता:- कॉलेज का रंग